આતતાઇન
સ્મૃતિ શાસ્ત્ર આતતાઇનની વ્યાખ્યા આપે છે.
આતતાઇન એટલે આતંકવાદી.
છ પ્રકારના દુષ્કર્મો કરે એને આતતાઇન કહેવાય.
૧) અગ્નિદ: ઘરોમાં આગ લગાડે
ખરેખર આગ લગાડે અથવા બોલીને ઘર ભાંગી નાખે. સંબંધોમાં આગ લગાડે.
૨) ગરદ: કોઈને ઝેર આપે કે કોઈના જીવનમાં ઝેર રેડે
૩) શસ્ત્રપાણી: શસ્ત્ર સાથે રાખીને બીજાનો છેદ કરે.
૪) ધનાપ: બીજાનું ધન લૂંટી લે અથવા અનીતિથી ધન કમાય તે
૫) ક્ષેત્રધરા અપહારી: કોઈની જમીન ઘર પડાવી લે.
૬) કોઈ સ્ત્રીનું હરણ કરી લે સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ