કસુંબો

અંધ વ્યક્તિની વાત

એક અંધ વ્યક્તિ રસ્તાની એક બાજુ ઊભો હતો
ત્યાં થોડો ખળભળાટ થયો

એને એમ લાગ્યું કે કોઈ પાસે આવ્યુ એમને કહ્યું કે સામે કિનારે જવું છે
તો એ વ્યક્તિનો હાથ પકડી સામે બેય જણા જતા રહ્યા

સામે ગયા પછી પહેલી વ્યક્તિ બીજા વ્યક્તિનો ઉપકાર માનવા મંડ્યો કે આપ આવ્યા તો મને રસ્તો પાર થઈ ગયો હું સામે કિનારે પહોંચી ગયો
ત્યારે બીજી વ્યક્તિ પણ પેલા વ્યક્તિનો ઉપકાર માનવા લાગ્યો કે તમે આવ્યા તો હુ સામે કિનારે પહોંચી ગયો
પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછ્યું કે હું તો અંધ છું આપ કેમ આવું મને કહો છો?
ત્યારે બીજી એ વ્યક્તિ એ કહ્યું કે હું પણ અંધ છું મને એમ કે તમે મને સામે ઉતાર્યો.

આપણું પણ કંઈક આવું જ છે આપણે જેને પાર ઉતારનાર માનીએ છીએ એ પણ કંઈક આવી જ વ્યક્તિ છે
ભગવાન જાણે પાર ઉતર્યા કે પાછા ભવસાગરમાં આવી ગયા
એ તો કોઈ પરમ સંત હાથ ઝાલી લે તો સંસાર સાગર પાર થઈ જાય

Manish 20.12.2025

કિચુડ કિચુડ તો ચાલુ રહેવાનું (ઘોડેસવારની વાત)

એક ખેડૂત ખેતરના કુવા ઉપર કોશ ચલાવી ખેતરને પાણી પાઈ રહ્યો હતો

એ વખતે કોઈ એક ઘોડે સવાર ઘોડો લઈને ત્યાં આવ્યો અને કહ્યું “ભાઈ ખેડૂત થઈ મારે મારા ઘોડાને પાણી પીવડાવવું છે”
ખેડૂતે કહ્યું “હા, જરૂરથી પીવડાવો”
હવે કોશમાં પાણી ભરાય, ઉપર આવે અને થાળામાં પાણી ઠલવાય ત્યારે ઘોડો અંદર મોઢુ નાખવા જાય.

જેવો ઘોડો મોઢું નાખવા જાય એવો બીજો કોશ ભરાઈ આવે અને થાળામાં ઠલવાય,
એ પાણી ભરવા જતો હોય એનો અવાજ કિચુડ કિચુડ થાય અને ઘોડો ભડકે અને પાછો આવતો રહે

એટલે ઘોડે સવારે કહ્યું કે ભાઈ તારો કોશ થોડીવાર બંધ રાખ તો મારો ઘોડો પાણી પી શકે છે.
કોશના આ કિચુડ કિચુડ અવાજથી મારો ઘોડો ભડકી અને પાછો આવી જાય છે, પાણી પી શકતો નથી.
ખેડૂત કહે ભાઈ તારે પાણી પીવડાવવું હોય તો આ કિચૂડ કિચુડ અવાજમાં જ પીવડાવવું પડે,
કારણ કે જેવો કોશ બંધ કરીશ તેવુ થાળામાંથી પાણી ક્યારામાં વહી જશે અને ઘોડાને પીવા માટે કશું નહી વધે.

જીવનમાં પણ કિચુડ કિચુડ રહેવાનું એની વચ્ચે ભગવાન સ્મરણ કરી લેવાનું છે

Manish 20.12.2025

Scroll to Top