Point Nemo:
આ દુનિયામાં સમુદ્રમાં એક એવી જગ્યા છે જ્યાં બહુ ઓછા લોકો જાય છે. આ સ્થળને સેટેલાઇટ કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે.
પૃથ્વી પર એવી ઘણી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં લોકો કાં તો પહોંચી શકતા નથી અથવા ખૂબ જ ભાગ્યે જ પહોંચી શકે છે. આવું જ એક બિંદુ છે નેમો પોઇન્ટ. આ બિંદુ પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે, પોઇન્ટ નેમો દક્ષિણ પેસિફિકમાં સ્થિત છે. તેમજ ત્યાંનું વાતાવરણ ડરામણું હોવાનું કહેવાય છે. ચાલો જાણીએ કે તે શા માટે ખાસ છે.
ભૌગોલિક બિંદુ
આ સ્થાન South Pacific Oceanમાં છે અને કોઈપણ જમીનથી આશરે 2,688 km દૂર છે. નજીકના જમીનના ટાપુઓ પણ લગભગ એટલા જ અંતરે છે.. તેના અંતરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીંથી અવકાશનું અંતર લગભગ 400 કિલોમીટર છે.
ભલે નકશામાં હાજર છે પણ સમુદ્રની વચ્ચે ઓળખ માટે કોઈ અન્ય નિશાની નથી માત્ર એક ભૌગોલિક બિંદુ સમજી શકાય એવું છે આની ઓળખ લેટીટ્યુડ અને લોંગીટ્યુડના તથા Compass ની ગણતરીના આધારે કરવામાં આવે છે
Point Nemo ના coordinates: 📍 Latitude: 48°52.6′ South📍 Longitude: 123°23.6′ West
Google Earth પર Point Nemo જોવા માટે https://earth.google.com/web/@-48.8767,-123.3933,1000a,35y,0h,0t,0r?utm_source=chatgpt.com
અવકાશયાનો કબ્રસ્તાન
જ્યારે તમે નેમો પોઈન્ટ પર ઉભા રહેશો, ત્યારે તમારી સૌથી નજીકની વસ્તુ જમીન નહીં પણ જગ્યા હશે. કારણ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ત્યાંથી માત્ર 400 કિલોમીટર દૂર છે. જ્યારે જુના રેકેટ સેટેલાઈટ કે મોટા સ્પેસ સ્ટાફટ પોતાનું કામ કરી લે, ત્યારે તેને માનવ વસ્તીથી દૂર સમુદ્રમાં ફેંકવું વધારે સુરક્ષિત છે. આ કારણે નેમો પોઇન્ટ નો ઉપયોગ સ્પેસ ક્રાફ્ટ ના નિયંત્રિત પુનઃ પ્રવેશ માટે કરવામાં આવે છે. એટલે એને અવકાશ્યાનોનો કબ્રસ્તાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ત્યાં પહોંચ્યા પછી, જો કોઈ તમારો સૌથી નજીકનો પાડોશી હશે, તો તે અવકાશયાત્રીઓ હશે. તમે તેને આ રીતે પણ સમજી શકો છો કે જો કોઈ ટ્રેન પોઈન્ટ નેમોથી અવકાશમાં જાય તો ત્યાં પહોંચવામાં ફક્ત 5-6 કલાક લાગશે.પોઈન્ટ નેમો ખાતે સમુદ્રમાં 200 થી વધુ ઉપગ્રહો દટાયેલા છે. વૈજ્ઞાનિકો ક્યારેક ક્યારેક પોઈન્ટ નેમો પર સંશોધન માટે આવે છે.
દરિયાઈ જીવ
ભલે માનવ વસ્તીથી દૂર હોય પણ આ ભાગ સંપૂર્ણ રીતે ખાલી નથી. અહીં કેટલી એ જાતના દરિયાઈ જીવ છે. પરંતુ બીજા સમુદ્રના ભાગની જેમ દરિયાઈ પ્રવૃત્તિ અહીં ઓછી રહે છે. એક કારણ એ પણ માનવામાં આવે છે કે અહીં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. જ્યારે પોષક તત્વો ઓછા હોય તો નાના દરિયાઈ જીવોની સંખ્યા પણ ઓછી રહે છે. જેના કારણે તેના પર આધારિત મોટા દરિયાઈ જીવ પણ ઓછા હોય છે, જે એ વિસ્તારમાં આખી દરિયાઈ ફૂડ ચેનલ પર અસર કરે છે. છતાં આ સમુદ્રનો જ એક ભાગ છે.
Manish Sir 27.09.2026




