આ વેબસાઈટ સંપૂર્ણ રીતે નીચે મુજબની પૂર્વ માન્યતાઓ પર આધારિત છે.
અમે શાસ્ત્રોક્ત પ્રમાણ સાથે માનીયે છીએ કે..
1) પુનઃ જન્મવાદને અમારું સંપૂર્ણ સમર્થન છે
2) કર્મનો સિદ્ધાંત અચળ છે અને સારા નરસા કર્મોનું અપૂર્ણ કર્મ ફળ આગળના જન્મમાં ખેંચાય છે
3) ત્રણ પ્રકારના દેવી-દેવતાઓ છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. દરેકને ધરાવાતા ભોગ, કાર્ય કરવાની સીમા અને સમય અલગ અલગ પ્રકારનો હોય છે
4) ઉપર જણાવેલ દેવી દેવતાઓનો લોક અલગ અલગ છે અને મૃત્યુ પછી કયા લોક માં કેટલો સમય રહેવું પડશે એ તમારી ઉપાસના પધ્ધતિ પર આધારીત છે.
5) પિતૃ લોક હોય છે અને પિતૃ તર્પણ જેવી ઉત્તર ક્રિયાઓ અત્યંત જરૂરી છે
6) અવગતિ આત્માઓ માટે પ્રેત લોક હોય છે જે ખૂબ કષ્ટદાયક છે
7) અંતકાળે શરીરમાંથી છૂટો પડેલ કારણ દેહ આગળની ગતિ માટે સ્વતંત્ર નથી. એની આગળની ગતિ ક્યાં થશે અને કેવી રીતે થશે- કોણ કરાવશે એ અને જીવન દરમિયાન ની ઉપાસના પદ્ધતિ પર આધારિત છે
આ વેબસાઈટ ઉપર તાત્વિક બાબતો ઉપર ખૂબ જ ગહન શાસ્ત્ર સંશોધન કરી લખાણ પ્રસિદ્ધ કરવામાં આવે છે જે વેદ- વેદાંત, ભાગવત, ભગવત ગીતા, ઉપનિષદ જેવા ગ્રંથને આધારિત છે
આ વેબસાઈટ પર વધારે માં વધારે ઈશ્વરીય રહસ્યો ખોલવાની કોશિશ કરી રહ્યા છીએ. વેબસાઈટનું કન્ટેન્ટ વધુને વધુ સમૃદ્ધ બને એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે
આ વેબસાઈટ પર તમામ ગ્રંથો, ભાસ્યો, મહાકાવ્યો વગેરેની PDF દરેક વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ થઈ શકે એવી રીતે મળી શકે એવી વ્યવસ્થા કરવાનું કામ ચાલુ છે
આ વેબસાઈટ તમામ વ્યક્તિઓ માટે અભ્યાસ માટે ફ્રી છે તેમાં રહેલુ લખાણ ફરીથી પ્રસિદ્ધ કરવા માટે mail પર પરમિશન લેવી અનિવાર્ય છે
વેબસાઈટનું કન્ટેન્ટ વધુને વધુ સમૃદ્ધ બને, વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ ઉપયોગમાં આવી શકે એ માટેના આર્થિક આયોજનના ભાગ રૂપે અને
વેબસાઈટ ઓનરની ગેરહાજરી પછી પણ આપ આ વેબસાઈટને અનંત વર્ષો સુધી જીવંત રાખી શકો છો, ડોમિન અને હોસ્ટિંગને ઑટો પે મોડ પર મૂકેલી છે. માત્ર આપેલા QR કોડ પર મિનિમમ ₹10 કે તેથી વધુ, આપને આ વેબસાઈટ જેટલી ઉપયોગી લાગે એ પ્રમાણે આપની અનુકૂળતા મુજબનું યોગદાન કરી શકો છો.

આપને ઉદ્ભવતા આધ્યાત્મિક તાત્વિક બાબતના પ્રશ્નો અથવા શાસ્ત્રોમાં રહેલા કોઈ પ્રસંગ ઉપર તાત્વિક વિશ્લેષણ જોઈતું હોય, વેદ વેદાંત ભગવદ ગીતા ઉપનિષદના કોઈપણ શ્લોક અથવા શ્લોક સમૂહ પર વધુ પ્રકાશ પાડવાની જરૂર જણાય તો નીચેનો ફોર્મ ભરી અપડેટ કરી દેવું
ગોસ્ટી વિભાગમાં આપના પ્રશ્નનો જવાબ આપના નામ સહિત સવિસ્તાર રજૂ કરવા પ્રયત્ન કરવામાં આવશે