કસુંબો

સ્વપ્નની વાત

ઘેર શાંતિથી સોફા પર સૂતા છીએ અને ધારો કે એક સ્વપ્ન આવે છે. સ્વપનમાં ફરવા નીકળ્યા છીએ. સરસ વાતાવરણ છે, સરસ વનરાઈ છે, મન મોહક જળધોધ છે, પંખીઓ કલરવ કરે છે, ખૂબ જ સરસ મજાના લીલાછમ પર્વતો છે. ચારેય બાજુ અત્યંત આહલાદક વાતાવરણ છે…

આ બધું નિહાળતા નિહાળતા એટલા ખોવાઈ ગયા કે સમય – સ્થળ – આવવા જવાના રસ્તા વગેરેનું કોઈ જ ધ્યાન રહેતું નથી. એમ કરતા કરતા આગળ વધી રહ્યા છીએ ત્યાં જ એક વિકરાળ જંગલ આવી જાય છે. એ જંગલમાં થોડા ચાલ્યા પછી અંદાજ આવે છે કે ભૂલા પડી ગયા છીએ. હવે ક્યાંય માર્ગ મળતો નથી કયા રસ્તેથી આવેલા એ યાદ રહ્યું નથી. થાક ખૂબ લાગ્યો છે ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા છીએ, સાથે ખાવા પીવાનું કશું જ નથી. જંગલી જાનવરોના વિચિત્ર વિચિત્ર બિહામણા અવાજો આવતા રહે છે. ખૂબ જ ડરામણું ભયંકર જંગલ છે. અહીંથી પરત ફરવાનો માર્ગ શોધતા શોધતા સાંજ સુધી ભટક્યા કરીએ છીએ.આ શું..? સામે જંગલી કૂતરાઓનું ટોળું આવી રહ્યું છે, તેમને જોઈને ખૂબ થાક્યા હોવા છતાંય તેમનાથી બચવા બીજી તરફ ડોટ મૂકીએ છીએ. પાછળ જોયા વગર મુઠ્ઠી વાળીને ભાગીએ છીએ. થોડા આગળ જઈ હાંફીને પટકાઈ જઈએ છીએ. હવે કૂતરા બીજા રસ્તે વળી ગયા હોય છે. થોડું હાસ થાય છે. પણ સાથે સાથે એમ થાય છે કે થોડું જમવાનું કે ક્યાંક થોડું પાણી મળી જાય તો જીવન ટકી જાય. એવામાં સામે એક નાનું જુનું પુરાણું ખંડેર જેવુ મંદિર દેખાય છે. મંદિરના ઓટલે કોઈ કૂતરાએ કે જંગલી પશુએ ક્યાંકથી લાવીને રોટલીનો ટુકડો રાખેલો જોવા મળે છે. આટલો ટુકડો પણ નસીબમાં ક્યાંથી એમ સમજી માંડ માંડ ઉભા થઈ રોટલીના ટુકડા તરફ આગળ વધીએ છીએ, ત્યાં જ એક ડાઘીયો કૂતરો ક્યાંકથી આવી એ રોટલીના ટુકડાને મોમાં લઇ ક્યાંક ચાલ્યો જાય છે. અને નિસ્તેજ થઈને જમીન પર પછડાઈ જઈએ છીએ. ત્યાં પાછી ઊંઘ આવી જાય છે. થાક ભૂખ-તરસ ના કારણે આવેલી ઊંઘ ગાઢ નિંદ્રામાં પરિવર્તિત થઈ જાય છે. આ ગાઢ નિંદ્રામાં એક સ્વપ્ન આવે છે. એ સ્વપ્નમાં દેખાય છે કે મૂળ ઘરમાં સોફા ઉપર એકદમ શાંતિથી ગાઢ નિંદ્રામાં સુતા છીએ. ત્યાં જ કોઈ પરિચિત અવાજ આપે છે “જાગો ઘણો સમય થઈ ગયો…”

મૂળ વાત અહીંથી ચાલુ થાય છે…

પ્રથમ પ્રશ્ન એ કે અહીં જાગીએ ત્યારે સંપૂર્ણ જાગૃતિમાં હોઈએ કે ભયંકર સ્વપ્નમાં નિશ્ચેત થઈને પડ્યા હતા અને સ્વપ્ન આવેલું ત્યાં હોઈએ…?

બસ વાત અહીં જ અટકી છે. સમજ એમ કહે છે કે સંપૂર્ણ જાગૃતિમાં એ સ્વપ્નનો અંત આવી જવો જોઈએ અને એ વાત પણ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે હમણાં સ્વપ્ન અવસ્થા હતી અને હવે હું સંપૂર્ણ જાગૃત થઈ ગયો છું. સ્વપ્ન અવસ્થામાં જે હેરાન હતો એ મારું મૂળ સ્વરૂપ નહોતું. મૂળ સ્વરૂપ તો આ જાગૃતિ છે.

પણ – પણ સાંભળો – સાંભળો

આટલી આટલી ઇન્દ્રિય તૃપ્તિ પાછળની દોડધામ, ગમતી ન ગમતી સારી નરસી પરિસ્થિતિઓથી અથડાતા ભટકતા જીવનના અંતમાં કશું જ હાથમાં આવતું નથી. પછી જેમાં સુખ માનીયે છીએ એ વસ્તુ કે પછી જીવને નિર્વાહ કરવા માટે ની અંતિમ વસ્તુ એવું શરીર પણ કાળ રૂપી ડાઘિયો સહેજ વેંતમાં પડાવી જાય છે અને ખૂબ વલોપાત કરતા કરતા ઇન્દ્રિય સુખ માં ન પડ્યા હોત તો રસ્તો ન ભુલત એવો અફસોસ કરતા કરતા સુષુપ્તિમાં જતા રહીએ છીએ. આટલી દુઃખદ પરિસ્થિતિ પરથી પડદો હટે ત્યારે સંપૂર્ણ જાગૃતિમાં હોશ માં નથી આવતા પણ નવા જન્મરૂપી સ્વપ્નમાં પાછા ફરીએ છીએ અને ફરીથી ઇન્દ્રિય તૃપ્તિ રૂપી જંગલ તરફ આગળ વધીએ છીએ. આ બધું સ્વપ્ન છે અને અંતકાળની સુષુપ્તિ એનો અંત છે તથા મૂળ સ્વરૂપ તો જાગૃતિ છે તથા આપણે આનંદ સ્વરૂપ છીએ એ વાત વિસારી ફરીથી ઇન્દ્રિય રૂપી ગાઢ જંગલ માં ફસાઈ જઈએ છીએ. સાવધાન પુરુષ સતત વિચારે છે કે મારું મૂળ સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય રૂપ છે અને નવા સ્વપ્નમાં ફરીથી પ્રવેશ કરવું એ નવી મૂર્ખતા છે. યુગો યુગોથી જન્મ જન્મંતરથી દોડતા આવ્યા છીએ છતાંય જાગૃતિમાં સ્વપ્ન કયારેય પૂરું થતું નથી. સ્વપ્નના અંદર આવેલું સ્વપ્ન એ સ્વપ્નમાં જ પૂરું થાય છે અને નવા સ્વપ્નમાં ફરીથી રાચતા રહીએ છીએ. સ્વરુપની યાદ રાખી સ્વપ્નનો અંત જાગૃતિમાં લાવી દેતા નથી

સાવધાન પુરુષ સંપૂર્ણ રીતે સમજી લે છે કે અત્યારે તે જે પરિસ્થિતિમાં જીવે છે એ સ્વપ્ન રૂપ છે અને એનો અંત જગૃતિમાં થાય એવા પ્રયત્નોમાં જ જીવન પસાર કરવું જોઇએ અને સતત પ્રયત્ન કરવો જોઇએ.

Manish Ganatra 26.03.2026
સાવધાન રહો … હાજર રહો

કર્મ અને કર્મફળ (નસીબથી મળે કે પ્રયત્નથી) તત્વિક ચર્ચા
પ્રથમ વાત (ખૂબ પ્રયત્ન છતાય યોગ્ય ફળ ન મળે)

ઘણીવાર એવું થાય કે ખૂબ પ્રયત્ન છતાય ફળ ન મળે એટલે નિરાશા આવે, આપણને એમ થાય કે લોકોને ઓછા પ્રયત્ન પણ સફળતા મળે છે અથવા મારા સમકક્ષ પ્રયત્ન કરનાર પણ મારાથી અનેક ઘણુ ફળ મેળવે છે. એટલે એવું લાગે કે એટલે પ્રયત્નનો કોઈ ઉપયોગ જ નથી, નસીબમાં હોય તો જ મળે, ખરેખર મહેનત કરવા વાળા ગાંડા છે!! નસીબમાં હોય તો જ એકના અનેક થઈ જાય.

તો શું ખરેખર એવું જ છે પ્રયત્નનો કોઈ ઉપયોગ જ નથી ? નસીબ જ સર્વસ્વ છે ? ચાલો એમ માનીએ નસીબ જ સર્વસ્વ છે, તો પણ નસીબમાં લખેલું હોય ત્યાં સુધી પહોંચવા કોઈ પ્રયત્નની જરૂર નથી..?? જ્યારે લખેલું હોય ત્યારે મળશે જ એમ માની ત્યાં સુધી પડ્યા રહેશું, પ્રયત્ન વગર જ મળી જશે કારણ કે નસીબમાં લખેલું એવું કરવા નું..?

એવું બિલકુલના હોય. સુતેલા સિંહના મોઢામાં હરણા ક્યારેય સામેથી આવતા નથી. જંગલના રાજા ને પણ ચાલાકી – દક્ષતા રાખી પ્રયત્ન કરવા પડે છે .

હવે પ્રયત્ન અને નસીબને શું સંબંધ છે એની વાત કરીએ. દરેક કર્મનું ફળ સમય આવે જ પાકે. પ્રયત્ન રૂપી કર્મનું ફળ જ્યારે ફળનો વારો આવે ત્યારે જ પાકે છે પણ એ કર્મનું ફળ પાકવાનો સમય આવે એ પહેલા કોઈ સંચિત કર્મ કે જે ફળ આપવામાં બાધારૂપ હોય અને એ પહેલા પાકતા હોય તો પ્રયત્નરૂપી અથવા તો પ્રયત્ન વાળા કર્મનું ફળ તરત મળતું નથી. એ ફળ એવા બાધારૂપી કર્મફળની પાછળ સંતાયેલું હોય છે.

ધારો કે એવા બાધારૂપી એક હજાર પ્રયત્નો પુરા ન થાય ત્યાં સુધી યોગ્ય અથવા તો અનેક ગળું ફળ આપવા માટે કર્મ ને સક્ષમ ન કરે, તો તમારે એક હજાર પ્રયત્નો કરવા જ પડે, ભલે ધાર્યું ફળ તમારા નસીબમાં લખેલું જ હોય.

કર્મ ફળ જૂના જમાનાની ધાન ભરવાની કોઠી જેવું છે. આ વખતે ઘઉં પાક્યા હોય પણ આગળના વર્ષમાં બાજરી- બંટી પાકી હોય તો આપણે અત્યારે બાજરી કે બંટી જ ખાવી પડે. જો બાજરી કે બંટીનો ઉપયોગ ન કરીએ તો ઘઉંનો ક્યારેય વારો ન આવે. ખૂબ પ્રયત્ન કરીએ પણ બાજરી-બંટી નો સદુપયોગ કરી નાખીએ તો ઘઉં નો વારો તાત્કાલિક આવે.

પ્રયત્નને ફળ આપવા માટે બધારૂપ એવા હજાર પ્રયત્નો પૂર્ણ ન કરીએ ત્યાં સુધી પ્રયત્નને ફળ બાજુ જતું નથી. કંટાળીને પ્રયત્ન કરવાનું છોડી દઈએ તો હજાર માંથી બાકી રહેલ પ્રયત્નો આવતા જન્મમાં કેરી ફોરવર્ડ થાય અને એ આવતા જન્મમાં પણ કર્મ ને સમયસર યોગ્ય ફળ બાજુ જવા માં બાધારૂપ રહે. માટે ખૂબ ઝડપથી પ્રયત્નરૂપી શસ્ત્રથી બાધારૂપ કર્મો કાપી નાખવા જોઈએ.

નિષ્કર્ષ વાતનો એ છે કે નસીબમાં હોય પણ પ્રયત્ન ન કરીએ તો નસીબમાં હોય એ કેરી ફોરવર્ડ થાય બીજા જન્મ માટે. અને આવતા જન્મે પણ આગળના કર્મો પૂરા ન થાય ત્યાં સુધી યોગ્ય ફળ ન જ મળે.

-MANISH 10.03.2026

બિજી વાત (ઓછા પ્રયત્નોથી વધારે ફળ મળતું હોય અથવા વગર પ્રયત્ને પણ ફ્ળ મળતું હોય) ધુત્રરાસ્ટ્રની વાત

આ વાતને હવે થોડી આગળ વધારીએ. આ જન્મે ઓછા પ્રયત્નોથી વધારે ફળ મળતું હોય જેમકે જ્યાં હાથ નાખીએ ત્યાં ફાયદો જ ફાયદો તો જરૂર મુજબ એ કર્મફળ વાપરવું. કારણકે એ ફળનો વારો પૂરો થઈ જાય ત્યારે આગળ જણાવ્યા એવા કર્મો પાછા રાહ જોઈને બેઠા હોય છે.

એક પ્રસંગથી સમજીએ. રાજા ધૃતરાષ્ટ્રના સો એ સો પુત્રો મરી ગયા. ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મારે સો પુત્ર હોવા છતાં પુત્ર વિહોણો થઈ ગયો. શ્રાદ્ધ નાખે એવું પણ કોઈ ના રહ્યું. આ મારા કયા કર્મનું ફળ છે..? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે જો તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તારા પૂર્વ જન્મમાં દેખ તું. પૂર્વેના પચાસમાં જન્મે તે પંખીઓના સો બચ્ચાને મારી નાખેલા એ કર્મનું ફળ છે.

ધૃતરાષ્ટ્રે આ જોઈને કહ્યું, કર્મ તો અધમ હતું પણ આ જન્મે કેમ એનું ફળ મળ્યું..!? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારું એટલું પુણ્ય સંચિત થવા દેવું પડે કે તને સો પુત્રો થાય, કારણ કે તારા એ કર્મનું ફળ એ હતું કે તને સો પુત્રો થાય અને તારા સો એ સો પુત્રો તારી નજર સામે મરે અને તું એમને મારતા જોવા શિવાય કઈ જ ના કરી શકે. પણ સમસ્યા નિયતિ ને એક જ હતી કે સો પુત્રો એક પુણ્યશાળી ને ત્યાં જ જન્મે. તું તો અધમ પાપી હતો એટલે તારા નસીબ માં સો પુત્રો થાય એટલું સંચિત પુણ્ય એકત્રિત થવા દેવું પડે. માટે નિયતિ એ પચાસ જન્મ રાહ જોઈ.

અહીં સુધીની વાત બધાએ સાંભળી હશે. હવે હું અહીંથી તાત્વિક વાત ચાલુ કરું છું. હવે જે વાત કરીશ એ કોઈ એ ક્યાંય સાંભળી પણ નહીં હોય અને ક્યારેય નોંધી પણ નહીં હોય. હવે એકદમ ધ્યાનથી આગળ વાંચજો અને સમજજો.

થોડો વિચાર માંગીલેતી બાબત એ છે કે સો પુત્ર થવા એ અસાધારણ બાબત હતી. અસાધારણ ચમત્કાર ધૃતરાષ્ટ્રને આખી જિંદગીમાં ધ્યાનમાં ન આવ્યો. આ વાત જરા અહીં જરા નોંધી લેજો હવે આગળ એનો રેફરન્સ આવશે.

હવે ભગવાને રહસ્ય ખોલ્યું એટલું પુણ્યભેગું થાય અને નિયતિ મૂંઝાતી હતી કે પૂણ્ય તો ભેગું થઈ જાય પણ તું એક જ જન્મ માં ન વાપરે તો..? નિયતિ ની શરત એ હતી કે સો પુત્રો પેદા થાય એવું પુણ્ય ભેગું થાય અને તું એનો એક જ જન્મમાં ઉપભોગ કરી લે તો જ તારું પચાસ જન્મ પહેલાં નું પાપ કર્મ ફળ આપવા માટે ઊભું થાય. થયું એવું જ. જીત નિયતિની થઈ. તું અંધારામાં રહી ગયો. વિષય તૃપ્તિમાં એવો લાગેલો રહ્યો કે તને એ વાત ધ્યાન માં ન આવી કે બધા ને 2-5 પુત્રો થાય છે અને મને કેમ વારંવાર પુત્ર જન્મ થાય છે..?? કંઈક તો આધિ ભૌતિક મારી સાથે ઘટી રહ્યું છે. તું સાવધાન ના થયો અને જે નિયતિ ઇચ્છતી હતી એ ભૂલ તે કરી નાખી. સો પુત્રો નો તું પિતા બન્યો.

હવે અહીં થોડી હજુ પણ સમજાવા જેવી વાત આવશે. જો તે તારું કર્મ ફળ આ જન્મેના વાપર્યું હોત તો કહાની કંઈક ઓર હોત. પણ તું સતત તારી સ્ત્રીમાં પડ્યો રહેવો અને તને સો પુત્ર પેદા થઈ ગયા. બસ નિયતિ પણ આ જ રાહ જોઈને બેઠી હતી જેવા સો પુત્ર પેદા થયા કે તારો પાપ કર્મ ઊભું થાય તારા પુત્રોને મારવા અને એમને મારતા જોવા માટે .

જો તે શાસ્ત્ર સમંત કામેચ્છા રાખી હોત અને સાવધાની પૂર્વક માત્ર વંશવેલો આગળ વધે અને શ્રાદ્ધ કર્મ થઈ શકે એના માટે એક કે બે પુત્ર પેદા કર્યા હોત અને આવી રીતે તું આવનારા જન્મોમાં પણ એક બે પુત્રો જ પેદા કર્યા હોત તો તારા આ પાપ કર્મનું ફળ બીજા 50 જન્મ પાછું ઠેલાઈ જાત.

વધારામાં આ જન્મમાં સ્વયં પુરુષોત્તમ નારાયણના દર્શનનું ફળ પણ ઉમેરાઈ જાત તો કદાચ આગળનું પાપ કર્મ ફળ ઉદભવ ન થાત અને એના વગર જ તું મોક્ષને પ્રાપ્ત થઈ જાત.

સંચિત પુણ્ય વાપરી ન નાખવા અને પાપ કર્મનું ફળ ઝડપથી પ્રયત્નરૂપી શસ્ત્રથી કાપી નાખવું.

-MANISH 10.03.2026

અંધ વ્યક્તિની વાત

એક અંધ વ્યક્તિ રસ્તાની એક બાજુ ઊભો હતો
ત્યાં થોડો ખળભળાટ થયો

એને એમ લાગ્યું કે કોઈ પાસે આવ્યુ એમને કહ્યું કે સામે કિનારે જવું છે
તો એ વ્યક્તિનો હાથ પકડી સામે બેય જણા જતા રહ્યા

સામે ગયા પછી પહેલી વ્યક્તિ બીજા વ્યક્તિનો ઉપકાર માનવા મંડ્યો કે આપ આવ્યા તો મને રસ્તો પાર થઈ ગયો હું સામે કિનારે પહોંચી ગયો
ત્યારે બીજી વ્યક્તિ પણ પેલા વ્યક્તિનો ઉપકાર માનવા લાગ્યો કે તમે આવ્યા તો હુ સામે કિનારે પહોંચી ગયો
પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછ્યું કે હું તો અંધ છું આપ કેમ આવું મને કહો છો?
ત્યારે બીજી એ વ્યક્તિ એ કહ્યું કે હું પણ અંધ છું મને એમ કે તમે મને સામે ઉતાર્યો.

આપણું પણ કંઈક આવું જ છે આપણે જેને પાર ઉતારનાર માનીએ છીએ એ પણ કંઈક આવી જ વ્યક્તિ છે
ભગવાન જાણે પાર ઉતર્યા કે પાછા ભવસાગરમાં આવી ગયા
એ તો કોઈ પરમ સંત હાથ ઝાલી લે તો સંસાર સાગર પાર થઈ જાય

Manish 20.12.2025

કિચુડ કિચુડ તો ચાલુ રહેવાનું (ઘોડેસવારની વાત)

એક ખેડૂત ખેતરના કુવા ઉપર કોશ ચલાવી ખેતરને પાણી પાઈ રહ્યો હતો

એ વખતે કોઈ એક ઘોડે સવાર ઘોડો લઈને ત્યાં આવ્યો અને કહ્યું “ભાઈ ખેડૂત થઈ મારે મારા ઘોડાને પાણી પીવડાવવું છે”
ખેડૂતે કહ્યું “હા, જરૂરથી પીવડાવો”
હવે કોશમાં પાણી ભરાય, ઉપર આવે અને થાળામાં પાણી ઠલવાય ત્યારે ઘોડો અંદર મોઢુ નાખવા જાય.

જેવો ઘોડો મોઢું નાખવા જાય એવો બીજો કોશ ભરાઈ આવે અને થાળામાં ઠલવાય,
એ પાણી ભરવા જતો હોય એનો અવાજ કિચુડ કિચુડ થાય અને ઘોડો ભડકે અને પાછો આવતો રહે

એટલે ઘોડે સવારે કહ્યું કે ભાઈ તારો કોશ થોડીવાર બંધ રાખ તો મારો ઘોડો પાણી પી શકે છે.
કોશના આ કિચુડ કિચુડ અવાજથી મારો ઘોડો ભડકી અને પાછો આવી જાય છે, પાણી પી શકતો નથી.
ખેડૂત કહે ભાઈ તારે પાણી પીવડાવવું હોય તો આ કિચૂડ કિચુડ અવાજમાં જ પીવડાવવું પડે,
કારણ કે જેવો કોશ બંધ કરીશ તેવુ થાળામાંથી પાણી ક્યારામાં વહી જશે અને ઘોડાને પીવા માટે કશું નહી વધે.

જીવનમાં પણ કિચુડ કિચુડ રહેવાનું એની વચ્ચે ભગવાન સ્મરણ કરી લેવાનું છે

Manish 20.12.2025

મહામૂર્ખની વાત

એક રાજાને વિચાર આવ્યો કે મારા દરબારમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ માણસોનું એક એક આસન છે, કોઈ સાહિત્યમાં શ્રેષ્ઠ છે કોઈ સારો કવિ છે… તો કેમ એક શ્રેષ્ઠ મૂર્ખ માટે પણ એક આસન ના બનાવીએ…??

એણે પોતાના અંગત સચિવને કહ્યું કે રાજ્યમાંથી જે સૌથી મૂરખમાં મૂરખ હોય એવો માણસ શોધી લાવો. આપણે એનું પણ આસન આપણા દરબારમાં રાખીએ.

મુખ્ય સચિવ આવો એક માણસ શોધી લાવ્યો , રાજાએ બરાબર ચકાસ્યો કે હા આનાથી વધારે કોઈ મૂરખ માણસ આપણા રાજ્યમાં નથી..

એનો પદવીદાન સમારંભ યોજાયો એના માટે એક પાટિયું તૈયાર કર્યું જેના પર લખાવ્યું મૂર્ખ શિરોમણી…!! અને એના ગળામાં પહેરાવ્યું અને મહા મૂરખ તરીકેનો અને એને રાજ્યસભામાં આશાન આપ્યું.. મૂરખ માણસે પૂછ્યું કે આ પાટિયું મારે કેટલા ટાઈમ સુધી ગળામાં રાખવાનું ? તો રાજાએ કીધું એ તો તમારાથી મોટો મૂરખ મળે એટલે પાટિયું એને પહેરાવીશું.. અને તમારી પદવી એને આપીશું .

આમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને તે રાજા બીમાર પડ્યો.. રાજા ને હવે સ્વધામ જવાની દિવસો ગણાઈ રહ્યા હતા બધા રાજાને મળવા આવતા હતા

બધા મળવા આવતા હતા એટલે ઓલા મૂરખને થયું કે હવે નક્કી રાજાનો કંઈક પ્રસંગ લાગે છે.. એટલે એણે રાજા ને પૂછ્યું કે આ બધા કેમ મળવા આવે છે? તો રાજાએ કહ્યું કે મારે હવે એક યાત્રાએ જવાનું છે એટલે આ બધા મને ભેગા થવા આવે છે. મૂર્ખે પૂછ્યું કે તમારી યાત્રાએ જવાનું છે તો ક્યારે પાછા આવવાના છો? રાજા એ કહ્યું યાત્રા બહુ લાંબી છે હવે ત્યાંથી હું પાછો આવવાનો નથી..

મૂરખ માટે આ નવાઈની વાત હતી, કારણ એને મૃત્યુની તો ખબર જ નહોતી.

એણે પૂછ્યું કે તો તો આટલી લાંબી યાત્રા હોય તો રાજ્યની પ્રજા આપની સાથે આવશે ને..?? રાજાએ કહ્યું ના ત્યાં એ બધા સાથે ના આવે. મૂર્ખે કહ્યું દરબારીઓ તો સાથે આવશે ને ?રાજાએ કહ્યું ના દરબારીઓ પણ યાત્રામાં સાથે ના આવી શકે. તમારા રાણી સાયબા તો આવશે ને તમારી ખબર રાખવા. રાજા કહે રાણી સાહેબ પણ સાથે ના આવી શકે.

તો તો તમારે એકલા જવાનું હોય તો ઘણા ટાઈમથી તૈયારી તમે કરતા હશો ને, આપ ત્રણ ચાર દિવસ બહાર જાવ તોય ગાડા ભરીને સામાન સાથે લઈ જાઓ છો અને ઘણા ટાઈમથી તૈયારી કરો છો. અહીં તો તમારે એકલું જવાનું છે તો તમે તૈયારી તો કરી હશે ને ઘણા ટાઈમથી… રાજા કહે ના કોઈ પણ પ્રકારની તૈયારી કરી નથી

મૂર્ખે પોતાના ગળાનું પાટિયું કાઢી રાજાના ગળામાં પહેરાવી દીધું કે મહામૂર્ખ તો આપ છો

-Manish 08.02.2026

ધૃતરાષ્ટ્રની વાત

રાજા ધૃતરાષ્ટ્રના સો એ સો પુત્રો મરી ગયા. ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મારે સો પુત્ર હોવા છતાં પુત્ર વિહોણો થઈ ગયો. શ્રાદ્ધ નાખે એવું પણ કોઈ ના રહ્યું. આ મારા કયા કર્મનું ફળ છે..? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે જો તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તારા પૂર્વ જન્મમાં દેખ તું. પૂર્વેના પચાસમાં જન્મે તે પંખીઓના સો બચ્ચાને મારી નાખેલા એ કર્મનું ફળ છે.

ધૃતરાષ્ટ્રે આ જોઈને કહ્યું, કર્મ તો અધમ હતું પણ આ જન્મે કેમ એનું ફળ મળ્યું..!? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારું એટલું પુણ્ય સંચિત થવા દેવું પડે કે તને સો પુત્રો થાય, કારણ કે તારા એ કર્મનું ફળ એ હતું કે તને સો પુત્રો થાય અને તારા સો એ સો પુત્રો તારી નજર સામે મરે અને તું એમને મારતા જોવા શિવાય કઈ જ ના કરી શકે. પણ સમસ્યા નિયતિ ને એક જ હતી કે સો પુત્રો એક પુણ્યશાળી ને ત્યાં જ જન્મે. તું તો અધમ પાપી હતો એટલે તારા નસીબ માં સો પુત્રો થાય એટલું સંચિત પુણ્ય એકત્રિત થવા દેવું પડે. માટે નિયતિ એ પચાસ જન્મ રાહ જોઈ.

અહીં સુધીની વાત બધાએ સાંભળી હશે. હવે હું અહીંથી તાત્વિક વાત ચાલુ કરું છું. હવે જે વાત કરીશ એ કોઈ એ ક્યાંય સાંભળી પણ નહીં હોય અને ક્યારેય નોંધી પણ નહીં હોય. હવે એકદમ ધ્યાનથી આગળ વાંચજો અને સમજજો.

થોડો વિચાર માંગીલેતી બાબત એ છે કે સો પુત્ર થવા એ અસાધારણ બાબત હતી. અસાધારણ ચમત્કાર ધૃતરાષ્ટ્રને આખી જિંદગીમાં ધ્યાનમાં ન આવ્યો. આ વાત જરા અહીં જરા નોંધી લેજો હવે આગળ એનો રેફરન્સ આવશે.

હવે ભગવાને રહસ્ય ખોલ્યું એટલું પુણ્યભેગું થાય અને નિયતિ મૂંઝાતી હતી કે પૂણ્ય તો ભેગું થઈ જાય પણ તું એક જ જન્મ માં ન વાપરે તો..? નિયતિ ની શરત એ હતી કે સો પુત્રો પેદા થાય એવું પુણ્ય ભેગું થાય અને તું એનો એક જ જન્મમાં ઉપભોગ કરી લે તો જ તારું પચાસ જન્મ પહેલાં નું પાપ કર્મ ફળ આપવા માટે ઊભું થાય. થયું એવું જ. જીત નિયતિની થઈ. તું અંધારામાં રહી ગયો. વિષય તૃપ્તિમાં એવો લાગેલો રહ્યો કે તને એ વાત ધ્યાન માં ન આવી કે બધા ને 2-5 પુત્રો થાય છે અને મને કેમ વારંવાર પુત્ર જન્મ થાય છે..?? કંઈક તો આધિ ભૌતિક મારી સાથે ઘટી રહ્યું છે. તું સાવધાન ના થયો અને જે નિયતિ ઇચ્છતી હતી એ ભૂલ તે કરી નાખી. સો પુત્રો નો તું પિતા બન્યો.

હવે અહીં થોડી હજુ પણ સમજાવા જેવી વાત આવશે. જો તે તારું કર્મ ફળ આ જન્મેના વાપર્યું હોત તો કહાની કંઈક ઓર હોત. પણ તું સતત તારી સ્ત્રીમાં પડ્યો રહેવો અને તને સો પુત્ર પેદા થઈ ગયા. બસ નિયતિ પણ આ જ રાહ જોઈને બેઠી હતી જેવા સો પુત્ર પેદા થયા કે તારો પાપ કર્મ ઊભું થાય તારા પુત્રોને મારવા અને એમને મારતા જોવા માટે .

જો તે શાસ્ત્ર સમંત કામેચ્છા રાખી હોત અને સાવધાની પૂર્વક માત્ર વંશવેલો આગળ વધે અને શ્રાદ્ધ કર્મ થઈ શકે એના માટે એક કે બે પુત્ર પેદા કર્યા હોત અને આવી રીતે તું આવનારા જન્મોમાં પણ એક બે પુત્રો જ પેદા કર્યા હોત તો તારા આ પાપ કર્મનું ફળ બીજા 50 જન્મ પાછું ઠેલાઈ જાત.

વધારામાં આ જન્મમાં સ્વયં પુરુષોત્તમ નારાયણના દર્શનનું ફળ પણ ઉમેરાઈ જાત તો કદાચ આગળનું પાપ કર્મ ફળ ઉદભવ ન થાત અને એના વગર જ તું મોક્ષને પ્રાપ્ત થઈ જાત.

સંચિત પુણ્ય વાપરી ન નાખવા અને પાપ કર્મનું ફળ ઝડપથી પ્રયત્નરૂપી શસ્ત્રથી કાપી નાખવું.

Let’s Contributes this Devine Journey

Scroll to Top