ઉલઝ ગયા સુલઝે હુએ અફસાનો સે
કભી આપનો સે કભી બેગાનો સે
18.07.2024
યે નહીં કે મુહબત નહીં તુમસે
યુ હી ખફા નહીં સારે શહર સે
18.07.2024
….ક્યારેક સાથે બેસો તો દર્દ ની વાત કરીએ,
બાકી દૂર થી તો બસ ખેરીયત સમજો….
23.06.2024
…હું એવા ટોળા નો ભાગ છું,
જે મને જ પથ્થર મારે છે….
10.03.2024
તને દૂર દૂર ક્યાંય સાંભરે…!!
ચકી આવે તારા આંગણે…??
20.03.2025
હા તને મળવું છે..
કેટલાય ન ઉજવેલા પ્રસંગો નો હિસાબ મંગવો છે..
01.10.2022
સળગતા ઘર ને ભાડે રાખવા ની છે આદત મારી,
મે તારી સામે અમથું નથી જોયું…
31.11.2024
દાન ની સર્વોચ્ચ અવસ્થા
“…એ કમાય જ છે મદદ માટે,
એનું ઘર તો ભગવાન ચલાવે છે…”
17.11.2024
….ક્યારેક સાથે બેસો તો દર્દ ની વાત કરીએ,
બાકી દૂર થી તો બસ ખેરીયત સમજો….
23.06.2024
રાત્રે મહેકતા ખંડેરો
દિવસે ભેંકાર લાગે છે
બહુ ખેંચ નહીં એને
તંબુરો નહીં તાર વાગે છે
પીગળેલી નદી સાવ ઊંધી ગઈ
ખેંચાણ એનું પારાવાર લાગે છે
ખાલી પડદો જ ઊંચકતો હતો ને
રોલ તારો હવે દમદાર લાગે છે
28.07.2025
કંઈક રહી જાય
ને ફરી કહી જાય
પત્ર દઈ જાય ને
પરબીડિયું દઈ જાય
હવે કઈ નથી બાકી
એવું કહી જાય
પાછી કહી જાય
જોજે યાદ નહીં જાય
28.07.2025
ગુનાહો બહુ નથી વાંધો નથી
દરવાજે કોઈ નથી વાંધો નથી
આ કરોળિયો રોજ જાળો ગૂંથે
હવે એજ ફસાણો વાંધો નથી
28.07.2025
અણસાર એંધાણ શબ્દ ખાલીપો પડઘો
શીશ મહેલમાં એકલા રહેવાની આદત હતી ને..?
ઈચ્છાઓ સ્પર્શ સ્પંદન સુવાસ સ્વપન
એજ વાર્તા છે જે તારી કહેવાની આદત હતી ને..!!
29.05.2025