TRUTH
દરેક અસત્યને સત્ય તરીકેની સમયરેખા હોય છે બીજી રીતે કહીએ તો દરેક સત્ય એ અસત્યની એ સમય રેખાનો જ એક ભાગ છે
DARKNESS
અંધારું જોવા માટે પ્રકાશની ક્યારેય જરૂર નથી હોતી.
પરંતુ અંધારાને અંધારું કહેવા માટે ક્યાંક તો પ્રકાશની હાજરી જરૂરી છે
જો એમ ન હોય તો અંધારાને જ પ્રકાશ કહેવું કઈ અયોગ્ય નથી અને વિરુદ્ધ પણ એટલું જ સાચું છે.
કારણ કે જે સાર્વત્રિક છે એ નથીના અસ્તિત્વની સંપૂર્ણ બહાર છે એટલે કે સાર્વત્રિક હોવા માટે નથીના અસ્તિત્વની સંપૂર્ણ બહાર જવું જરૂરી છે….
મારો ભગવાન સાથેનો ઝગડો એ વાતનો છે
કોઈના ખરાબ કર્મોની સજા આપવા મને નિમિત્ત ના બનાવ
એણે પૂર્વે મારું કઈ ખરાબ કર્યું હોય તો એને મારા તરફ થી સંપૂર્ણ માફ
બાકી તું જાણે અને એના કર્મો જાણે
હું તમારા બંનેના ઝગડામાં નિમિત્ત શા માટે બનું….!!!?
Manish 21.12.2025