ભારતીય ઇતિહાસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. આ ક્રમશઃ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત છે. પ્રાચીન ઇતિહાસ તરફ નજર કરીએ તો સિંધુ સભ્યતા વિશે જાણવા મળે છે. આ સભ્યતામાં હડપ્પા, મોહેંજોદડો, ધોળાવીરા, રાખીગઢી, સુરકોટડા અને કાલિબંગા પ્રમુખ સ્થળો છે. જેમાં ઘણા પુરાતન સ્થળોને યુનેસ્કોએ વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે. વર્ષ 2021માં યુનેસ્કોએ ધોળાવીરાને વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરી છે
તત્કાલીન સમયમાં ધોળાવીરા નગરનુ ક્ષેત્રફળ અનદાજીત : 47 હેક્ટર
શહેરના અવશેષ અને ખંડેરની શોધ કરનાર: શ્રીશંભુદાન ગઢવી પ્રથમ સંશોધન વર્ષ : ૧૯૬૦
ધોળાવીરા પર સંશોધન
ધોળાવીરા પર હાલ સંશોધન ‘એક્સકેવેશન્સ એટ ધોળાવીરા એન્ડ અસોસિયેટેડ હડપ્પન સાઇટ્સ ઇન ગુજરાત: ઇન્વેસ્ટિગેટિંગ પેલિયો-એન્વાયરનમેન્ટ્સ, સી લેવલ્સ એન્ડ અર્લી સીફેરિંગ ટ્રેડિશન્સ’. પ્રોજેક્ટ હેથળ થઈ રહ્યુ છે. સંશોધનનો વ્યાપ માત્ર ધોળાવીરાના અવશેષો સુધી મર્યાદિત નથી. તેમાં પ્રાચીન પર્યાવરણ, હજારો વર્ષ પહેલાંના દરિયાકાંઠા, બદલાતો ભૂગોળ અને પ્રારંભિક દરિયાઈ યાત્રા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.શંશોધન ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડે ત્રણ વર્ષનો સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ હેઠળ ચાલે છે.
શંશોધન નો વિષય એ પણ છે કે કચ્છનું પર્યાવરણ, પાણી, દરિયાકાંઠો અને જમીનનો સ્વભાવ હજારો વર્ષ દરમિયાન બદલાતો રહ્યો છે.
સંશોધનો એમ પણ કહે છે કે ધોળાવીરા એ એક એવું નગર હતું, જ્યાં પાણી સૌથી મોટી સમસ્યા હતી અને નગર આયોજન પોતાની પાણીની અછતને પોતાની નગર વ્યવસ્થાથી કમજોરી ની જગ્યાએ વ્યવસ્થિત આયોજન નો વિષય બનાવી દીધેલો હતો. જે આજની એન્જિનિયરિંગ કરતા ખૂબ જ આગળ હતું. વરસાદ અને ઋતુ આધારિત પાણીના પ્રવાહને કેવી રીતે સંપૂર્ણ વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવું તે નગર નિયોજન શહેર રચના ની કુશળતા બતાવે છે.
ધોળાવીરા એક કચ્છના ગ્રેટ રણમાં આવેલ શુષ્ક ખડીર આઇલેન્ડ પરનું શહેર ગણવામાં આવે છે. આ વસાહતો ક્યારેક એસ્ટ્યુઅરિન એટલે કે નદી અને સમુદ્રના સંગમ જેવા પર્યાવરણ પર હતી અને એના પુરાવા મળી જાય તો ધોળાવીરા કચ્છને જોવાની આપણી દ્રષ્ટિ હંમેશને માટે બદલાઈ શકે તેમ છે.
જેમાં ધોળાવીરા વૈશ્વિક વેપાર સાથે જોડાયેલું હતું તેનો પણ કોયડો ઉકેલી શકાય જો ધોળાવીરાને પાણીની અછત વચ્ચે જીવતુ શહેર ગણવામાં આવે તો આખી વાર્તા અધુરી રહી શકે છે. તાંબુ શંખ છીપલાઅગેટ-કાર્નેલિયન , સ્ટિયાટાઇટ, સીસું અને અન્ય સામગ્રીસાથે પણ આ શહેરને સંબંધ હતો. શહેર ઓમાનના કેટલાક પ્રદેશ અને મેસોપોટેમિયા સુધીના આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધ ધરાવતું હતું, તેવા પણ પુરાવાઓ ઉપલબ્ધ છે. ધોળાવીરામાં મળેલા મણકા બનાવવાના વર્કશોપ અને વિવિધ પ્રકારની સામગ્રી અને ઉત્પાદનો માત્ર સ્થાનિક શહેર ના ઉપયોગ પૂરતા મર્યાદિત નહોતા
ધોળાવીરામાં આધુનિક ટેકનોલોજી નહોતી, પરંતુ કુદરતને સમજવાનું ચોક્કસ જ્ઞાન જરૂર હતું. વરસાદી અથવા પાણીના સ્ત્રોત્ર કઈ દિશા થી પાણી લાવશે અને ક્યાં કેવી રીતે સંગ્રહ કરવો અને કેવી રીતે કોણ ઉપયોગ કરશે, જે શહેરના સ્થાપત્યમાં મુખ્ય કલા રહેલી હતી અને એ જ સંશોધકો પાસે પર્યાવરણ સાથે કેમ જીવવું જેની સમજ માટે ધોળાવીરા એક આદર્શ કે સ્ટડી બની શકે છે. સંશોધકો માટે ધોળાવીરા જ નહીં પણ સાથે જોડાયેલી હડપ્પન સંસ્કૃતિ પણ એટલું જ મહત્વ ધરાવે છે
અહીં આ વેબસાઈટ ઉપર
ધોળાવીરા – હડપ્પન – લોથલ સંસ્કૃતિનો શ્રીકૃષ્ણ ભગવાનની દ્વારિકા નગરી – વુસણી સંઘ સાથે નુ સાતત્ય ,
દ્વારકાનુ સમુદ્રમાં ડૂબવું – ધોળાવીરા – હડપ્પન – લોથલ સંસ્કૃતિ વીલય થવો,
કચ્છમાંથી સિંધુ નદી પસાર થવી,
બનાસ સરસ્વતી રૂપેણ કુવારીકાનો આ સંસ્કૃતિ સાથે કંઈ સાતત્ય હતું,
સરસ્વતી નદીના લુપ્ત પ્રવાહો કચ્છની સરહદે મળવા
સિંધુ નદીના મારફતે કચ્છમાંથી ઈરાન ઓમાન સુધી વહાણવટુ કરી શકવુ,
રા નવઘણ – જાહલ વગેરેનો આ સંસ્કૃતિ સાથેનો સંબંધ,
આ બધી બાબતો ઉપર પ્રકાશ પાડ્તી બાબતો રજુ કરવા ની કોશિશ કરીશું..
-Manish Sir 27.09.2026



ધોળાવીરાને પશ્ચિમ એશિયા, સિંધ, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ધધાકીય સબંધો હતા, તત્કાલીન સમયમાં ધોળાવીરાની ગણતરી દુનિયાના સૌથી વ્યસ્ત મહાનગરોમાં થતી હતી. આ શહેર પોતાના સમયમાં પૂર્ણ રીતે વિકસિત હતું









સ્થાનિક ગાઇડ તરીકે શ્રી નાનજીભાઇ લુહાર સાહેબ નો સમ્પર્ક કરી શકો છો. મો. 99136 34108
ધોળાવીરા ની બાજુમાં ફોસિલ પાર્ક છે જેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં



-અપુર્ણ
