અધ્યાય ૧

(કોઇ પણ શ્લોક નો વિસ્તાર કરવા શ્લોક પર ક્લિક કરો)

સંજય ઉવાચ ।

એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત । સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥૨૪॥

સંજય બોલ્યા: હે ભારત (ધૃતરાષ્ટ્ર)! અર્જુન (ગુડાકેશ – નિદ્રાને જીતનાર) દ્વારા આ પ્રમાણે કહેવાયા પછી,
ભગવાન શ્રીકૃષ્ણે (હૃષીકેશ) તે ઉત્તમ રથને બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કર્યો.

ઋષિકેશ એટલે ભગવાન શ્રીકૃષ્ણ
ઋષિકેશ એટલે વાળ જેમના ટૂંકા છે તે
ઋષિકેશ એટલે ઋષિકાનમ ઇસઃ જે ઇન્દ્રિયોના સ્વામી છે
એક અર્થ જે ઇન્દ્રિયોના સ્વામી છે
બીજો અર્થ ઈન્દ્રિયો જેમને કાબુમાં છે તે

અહીં સંજય કહેવા માંગે છે કે ઇન્દ્રિય અને મન જેની કાબુમાં છે તેના માટે જ સફળતા શક્ય છે

ગુડાકેશ નો અર્થ : જેના વાળ લાંબા છે અને અંબોડો વાળી લીધો છે તે અર્જુન
બીજો અર્થ ગુડાકા ઇશ: એટલે રાત્રિનો સ્વામી

એમાં પણ એક સરસ પ્રસંગ છે

ગુરુ દ્રોણે કૃપીને કહેલું અર્જુન જ્યારે જમતો હોય ત્યારે રાત્રે દીવો ઓલવાઈ જવો ન જોઈએ,
એક વખત એવું બન્યું ગુરુ દ્રોણ કોઈ કામથી બહાર ગયેલા અને આવ્યા ત્યારે અંધારામાં તીર ચલાવવાનો અવાજ એમને સંભળાવવા માંડ્યો,
એ તરત કૃપી પાસે ગયા અને કહ્યું કે આજે અર્જુન જમતો હતો ત્યારે દીવો ઓલવાઈ ગયેલો ? કૃપિ કહે હા પણ તમને કેવી રીતે ખબર પડી!?
ગુરુ દ્રોણે એવું કહ્યું કે બસ મને આ જ વાતનો ડર હતો કે
ક્યારેક અર્જુન જમવા બેઠેલો હોય અને દીવો ઓલવાઈ જાય ત્યારે અર્જુનને વિચાર આવશે કે જો અંધારામાં હું જમી શકું છું,
કોડિયો મારા મુખમાં પહોંચી શકે છે, તો અંધારામાં તીર કેમ ના સાધી શકું?
એવું જ બન્યું એ જ સમયે એણે બાણ અને તીર લઈ અને અંધારામાં તીર થી નિશાન સાધવાનો અભ્યાસ કરવા માંડ્યો
અને એ જ વખતે ગુરુ દ્રોણ આવી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે અર્જુનને જમતા દીવો ઓલવાઈ ગયો છે
અને હવે એ ગૂડાકા ઇસ થઈ થઈ ગયો છે, ગુડાકા ઇસ એટલે રાત્રિનો સ્વામી
અર્જુન રાત્રે પણ યુદ્ધ કરી શકતો હતો, સાંભળીને પણ યુદ્ધ કરી શકતો હતો

અહી ત્રીજો વ્યક્તિવાચક શબ્દ ભારત છે.
ભારત એટલે અહીં ધૃતરાષ્ટ્ર પણ,
ભારત એટલે ભા: રત જ્ઞાનમાં રહેલો

અહીં સંજય કહેવા માંગે છે તમે ખૂબ જ્ઞાની છો અમને એ જાણે જ હોવી જોઈએ કે અહીં ભગવાન કોણ છે અને અર્જુન કોણ છે?

એમની સામે તમારો પુત્ર ધર્મ કરીને ઉભો છે, છતાં તમને એમ લાગે છે કે જીતવાનો છે. હજુ પણ સમય છે મહારાજ યુદ્ધ પાછું ખેંચવાનો.

હવે અર્જુનને કહેલું કે સેનર્યો ઉભયો મધ્યે
બંને સેનાની વચ્ચે રથ ઉપર રાખો, અહીં એક બાજુ સાત અક્ષોહીની સેના છે બીજી બાજુ અગિયાર અક્ષોહિની સેના છે
ભગવાન ગમે ત્યા રથ બે સેનાની વચ્ચે ઊભા રાખી શક્યા હોત, દુર્યોધન દુષાસનની સામે કદાચ, પણ ભગવાન સ્ટ્રેટેજી એક્સપર્ટ છે

મનિષ ગનાત્રા ૧૫.૦૫.૨૦૨૫

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્। ઉવાચ પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ॥ ૨૫॥

(શ્રીકૃષ્ણે) ભીષ્મ અને દ્રોણાચાર્ય વગેરે બધા રાજાઓ સામે ઊભા રહીને કહ્યું: “હે પાર્થ! (અર્જુન) એ લોકો જોઈને તું વિચાર કર કે ક્યાં કેટલાં કૌરવો એકઠા થયા છે.”

અહીં ભગવાને રથ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખ્યો છે અહીં ભગવાન સ્ટ્રેટેજી વાપરે છે.
અર્જુનને જેના પર અત્યંતિક પ્રેમ છે એવો વ્યક્તિઓની સામે જ રથ ઉભો રાખીને એમ કહે છે
જો આ મહારથીઓને, એટલે એમ કહેવાય કે 25મો શ્લોક એ ભાગવત ગીતા નું બીજ છે
કારણ કે ભગવાને આવું ના કર્યું હોત તો આપણને ભગવદગીતા ન મળી હોત.
શંકરાચાર્યજી કહે છે બે ધર્મો છે :પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ
જ્યારે આ બંને ધર્મો વચ્ચે ઇનબેલેન્સ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.
જ્યારે કર્મને બહુ જ પ્રાધાન્ય આપવા મંડ્યા અને વિચારના સ્તર પર કશું જોવામાં નહોતું આવતું ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે

ભગવાને અત્યાર સુધી કર્મના સ્તર પર ધર્મ સ્થાપવાની કોશિશ કરી છે.
જ્ઞાનના એટલે કે વિચારના સ્તર પર પણ ધર્મ સ્થાપવાનો આ સરસ મોકો છે એમ ભગવાન માને છે.
એટલે અહીં ભીષ્મ અને દ્રોણની સામે રથ ઉભો રાખ્યો છે

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે
એટલે ધર્મનું જ્ઞાન ખાલી પૂરતું નથી પણ એ કાર્યાન્વિત થાય એ જરૂરી છે

કર્મના સ્તર પર કેટલો ધર્મ છે એ જરૂરી છે, પણ જ્ઞાનના સ્તર પર પણ ધર્મ હોવો જોઈએ એ પણ જરૂરી છે.
એટલે આ સરસ મોકો છે. અહીં જોઈએ તો યુદ્ધમાં અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો?
આવો કોઈ રિવાજ નહોતો કે યુદ્ધ પહેલા રણભૂમિમાં બંને સેમના સામે હોય ત્યારે નિરીક્ષણ કરવાનો કોઈ રિવાજ નહોતો,
તો અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો? આ એક નિમિત માત્ર છે જેને ઈશ્વર ઈચ્છા કહી શકાય

પછી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જો પાર્થ આ લોકો છે જેની સામે તારે યુદ્ધ કરવાનું છે.
શું પાર્થ જોતો નહોતો? પણ અહીં ભગવાન ભારપૂર્વક બધાને બતાવે છે

પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ

એક વાત અવશ્ય નોધીશું ભગવાન પ્રથમ અધ્યાયમાં માત્ર એક જ વાક્ય બોલે છે
અને એ ઉપર મુજબનું અને એ ભગવદગીતા નું બીજ છે

તત્રાપશ્યત્ સ્થિતાન્ પાર્થઃ પિતૄનથ પિતામહાન્ । આચાર્યાન્ મામુલાન્ ભ્રાતૄન્ પુત્રાન્ પૌત્રાન્ સખીંસ્તથા II૨૬॥

ત્યારે અર્જુને બંને પક્ષોની સેના વચ્ચે પોતાના પિતા, પિતામહો, ગુરૂઓ, માતુલો (મામા), ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રોને ઊભા જોયા.

પાર્થ તત્ર સ્થિતાંન અપશ્યાત
પાર્થ જોયું આ લોકો હતા

પિતૃન પિતા સમાન અહીં અર્જુનને સાત પેઢી હતી ઉપરની ત્રણ પેઢી અને નીચેની ત્રણ પેઢી
આચાર્યન દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે

માતૃલાન મામા અને મોસાળ પક્ષ

ભાતૃન ભાઈઓ અને સમવયસ્ક બધા

પુત્રન
 પુત્રો

સખી મિત્રો

શ્વસુરાન દ્રુપદ મહારાજ

સુહૃદયેન હિતેચ્છુ ઓ

આ બધાને સેનયો ઉભયરોપી એટલે બંને સેનાની વચ્ચે જોયા

અર્જુન અહી શું જોવા ગયો હતો? શ્લોક નંબર 22 જોઈએ
યાવદ્ એતાન નિરીક્ષે અહમ્ યોધુ કામન અવસ્થી તાન II22II

અહીં અર્જુન કહે છે કે મારે એ લોકોને જોવા છે જે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ આવ્યા છે . હવે એક વાત છે યુદ્ધ કરવાની ઈચ્છાથી કોણ આવે? યોદ્ધા

અને અર્જુનને જોયા કોને? સંબંધીઓને

અહીંથી બધી ગરબડ થઈ છે જોવાના હતા બધાને યોદ્ધા રૂપે અને અર્જુને જોયા સંબંધી રૂપે
અહીં અર્જુનની દ્રષ્ટિ ખોટી હતી
યોદ્ધાને યોગ્ય તરીકે ન જોઈને અને સગા વહાલા તરીકે જોઈએ તો તે દ્રષ્ટિમાં ભૂલ છે
અર્જુને બંને બાજુ સૈનિકો ના જોતા સંબંધીઓને જોયા. આવી દ્રષ્ટિ જો થઈ જાય તો ભાવના વધી જાય અને જ્ઞાન પાછળ જતું રહે
હું કોણ છું, એ કઈ જગ્યાએ છું એના પર આધાર છે. જો હું યોદ્ધા છું તો સામે બધા યોદ્ધા છે અને હું પરિવારનો સભ્ય છું તો સામે બધા સંબંધીઓ છે.
કઈ પરિસ્થિતિમાં કોણ છું એ સ્પષ્ટ થઈ જાય તો બધી જ ગરબડ મટી જાય અહીં અર્જુન પોતાને યોદ્ધા તરીકે જોતો જ નથી

ગીતાનો મૂળભૂત પ્રશ્ન હું કોણ છું Who am I

અહીંથી ગીતા ઉદ્ભવ થાય છે

તાન્ સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્ બન્ધૂનવસ્થિતાન્ l કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ II૨૭ll

આવા સર્વ બંધુઓને બંને સેનામાં ઊભેલા જોઈને કુંતીપુત્ર અર્જુને…
અત્યંત કરુણાથી વ્યાકુલ થઈ કહ્યું:

અહીં શ્લોકમાં શબ્દ આવ્યો કોન્તેય
અર્જુન પોતે કોન્તેય થઈને બધાને જુએ છે
એટલે કે પોતે કુંમતી પુત્ર છે અને આ બધા મારા સંબંધીઓ છે

કોન્તેય થઈને કોને જુએ છે
“સર્વાન્ બન્ધૂનવસ્થિતાન્”

કોને જોવા ગયો હતો???
“યોદ્ધુકામાનવસ્થિતાન્” (શ્લોક ૨૨)

એનાથી શું થયું?
“કૃપયા પરયાવિષ્ટો”

એના મનમાં અત્યંત દુઃખ થયું અહીં કૃપયા એટલે દૈન્ય ભાવ


અર્જુન ઉવાચ:

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ I સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ II ૨૮ II
વેથથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે I ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ ત્વક્ ચૈવ પરિદહ્યતે II ૨૯ II
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ I નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ॥ ॥ ૩૦ II

હે કૃષ્ણ

મારા સ્વજનો અહીં યુદ્ધ માટે ભેગા થયા છે. એવું નથી કે આ પહેલીવાર ભેગા થયા છે.
ઘણા પ્રસંગોમાં ભેગા થયા છે, પણ અત્યારે યુદ્ધ માટે ભેગા થયા છે
અર્જુનને ખબર નહોતી કે સ્વજનો જ આવવાના છે આ યુદ્ધમાં…!!!?
એને ખબર જ હતી પણ કલ્પના માત્રથી ખબર નથી પડતી.
જ્યારે સામે આવીને ઊભું રહે ત્યારે ખબર પડે છે કે આ શું થવા જઈ રહ્યું છે.
અહીં અર્જુનને શું થાય છે..?

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ॥ વેથથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ।

આખા શરીરે પરસેવો થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ગીતાજી ક્યારે ગવાણી હતી?
ડિસેમ્બર મહિનામાં-માગસર મહિનામાં, ત્યારે ઉત્તર ભારતમાં શિયાળો હોય છે.
આ બધું કહીને અર્જુન કહે છે મને નથી લાગતું કે હું યુદ્ધ માટે તૈયાર છું.
અર્જુનને યુદ્ધની કેટલી તૈયારી કરી હતી… આખી જિંદગી…!!
આ બધું કેમ થયું…?

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ

સ્વજનને જોઈને. આપણે જાણીએ છીએ કે, આગળ પણ આજ સ્વજનો સામે ખૂબ જ યુદ્ધ જીતી ને આવ્યો હતો.
પણ એ વખતે એણે સ્વજનને સ્વજન નહીં પણ યોદ્ધા જોયા હતા.
અજ્ઞાતવાસમાં વિરાટ રાજા ની સાથે યુદ્ધ કરવા ગયેલા અર્જુન ત્યારે તેણે દુર્યોધન, ભીષ્મ બધાને હરાવેલા.
પણ એ સમયે તેની દૃષ્ટિમાં એ બધા યોદ્ધા જ હતા.
અહીં જોઈએ કે દ્રષ્ટિમાં ફેર થવાથી કર્મમાં કેટલો બધો ફરક આવી જાય છે.
શારીરિક સ્તર પર અર્જુન ભલે તૈયાર ના હોય, પણ અહીં તો માનસિક સ્તર પર પણ કમજોરી આવવા લાગી

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ॥

Manish 18.01.2020

(અહીં આપેલ શ્લોકનો વિચાર અને વિસ્તારએ મારી પોતાની અંગત માન્યતા પર આધારિત છે) – મનિષ ગણાત્રા

Scroll to Top