અધૂરા પ્રેમ ની દાસ્તા

લે, અધૂરા પ્રેમ ની દાસ્તા કહું
એના શહેર માં જાણે સહુ
હાથો મેં હાથ નાખી, મળ્યા બહુ
એના શહેર માં જાણે સહુ

પેલા તો ભાવ ખાતી
ને એને અભિમાન બહુ
એના શહેર માં જાણે સહુ

મારી સામે મોઢા મચકોળ્યાં બહુ
લ્યો આજે તમને સાચું કહું
એના શહેર માં જાણે સહુ

પછી જાણે શું થયું
બેનપણી પાસે મારી વાતો જાણે બહુ

એક દિવસ એ બોલી
“તારી આજે પરીક્ષા લઉં?”
“બધા કહે છે તને મારી લાગણી બહુ”
મે કહ્યુ વાત બધાની જવા દે
પણ ખરેખર મને તારા પર લાગણી બઉ
તું કહે તો મારા પોતાના સોગંધ ખઉં
જોઈશું ક્યારેક એમ કહી એ હસી બઉ

સાંજે વાવડ મળ્યા એને અકસ્માત ને વાગ્યું બહુ
મારા થી રેવાય ના દોડતો જઉં
એના ઘેર પહોંચ્યો ત્યાં બધા હસતા બઉ

એતો સાવ સાજી બેઠી
હસતા કે, એક વાત કહું
ખરેખર તને મારી લાગણી બઉ

પછી તો એ મારી ને હું એનો
એના શહેર માં જાણે સહુ

હાથો માં હાથ નાખી ફર્યા બહુ
એના શહેર માં જાણે સહુ
બાગ બગીચા ને મેળા માં
બેફિકર જીવ્યા બહુ
બહુ સમય વીત્યો ને
વર્ષો નો સાથ જાણે ક્ષણ માં કહું
એના શહેર માં જાણે સહુ

એક દિવસ એ આવી ને રડે બહુ
જેમ છાની રાખું એમ હિંબકે બહુ
મારા રૂમાલ થી આંખો લૂછતાં કહું
રડે કેમ આજ આટલું મારા જીવ
તું કે તો લડું દુનિયા થી એકલો
સાચું કહું મને તારી લાગણી બહુ

એ તારી, ને એના લગ્ન ની વાત તને કહું
એ હવે છે કોક ની કેમ તને કહું
વણ લખાયેલ લેખ ની રાહ ના જો
બસ હવે આવજે કેમ તને કહું?
છેલ્લી વાર મળ્યા ને સાંજ સુધી જીવ્યા
ક્યાંય સુધી કહ્યું તું શિદ જાય ને હું કેમ જઉં

લે, અધૂરા પ્રેમ ની દાસ્તાં કહું
એના શહેર માં જાણે સહુ
02.12.2024