તત્રાપશ્યત્થીતાન્પાર્થઃ પિતૃનથ પિતામહાન્ | આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન્પૌત્રાન્પૌત્રાન્ સખींસ્તથા ||26
||
ત્યારે અર્જુને બંને પક્ષોની સેના વચ્ચે પોતાના પિતા, પિતામહો, ગુરૂઓ, માતુલો (મામા), ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રોને ઊભા જોયા.
પાર્થ
તત્ર
સ્થિતાંન અપશ્યાત
પાર્થ જોયું આ લોકો હતા
પિતૃન પિતા સમાન અહીં અર્જુનને સાત પેઢી હતી ઉપરની ત્રણ પેઢી અને નીચેની ત્રણ પેઢી
આચાર્યન દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે
માતૃલાન મામા અને મોસાળ પક્ષ
ભાતૃન ભાઈઓ અને સમવયસ્ક બધા
પુત્રન પુત્રો
સખી મિત્રો
શ્વસુરાન દ્રુપદ મહારાજ
સુહૃદયેન હિતેચ્છુ ઓ
આ બધાને સેનયો ઉભયરોપી એટલે બંને સેનાની વચ્ચે જોયા
અર્જુન અહી શું જોવા ગયો હતો? શ્લોક નંબર 22 જોઈએ
યાવદ્ એતાન નિરીક્ષે અહમ્ યોધુ કામન અવસ્થી તાન II22II
અહીં અર્જુન કહે છે કે મારે એ લોકોને જોવા છે જે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ આવ્યા છે . હવે એક વાત છે યુદ્ધ કરવાની ઈચ્છાથી કોણ આવે? યોદ્ધા
અને અર્જુનને જોયા કોને?
સંબંધીઓને
અહીંથી બધી ગરબડ થઈ છે જોવાના હતા બધાને યોદ્ધા રૂપે અને અર્જુને જોયા સંબંધી રૂપે
અહીં અર્જુનની દ્રષ્ટિ ખોટી હતી
યોદ્ધાને યોગ્ય તરીકે ન જોઈને અને સગા વહાલા તરીકે જોઈએ તો તે દ્રષ્ટિમાં ભૂલ છે
અર્જુને બંને બાજુ સૈનિકો ના જોતા સંબંધીઓને જોયા. આવી દ્રષ્ટિ જો થઈ જાય તો ભાવના વધી જાય અને જ્ઞાન પાછળ જતું રહે
હું કોણ છું, એ કઈ જગ્યાએ છું એના પર આધાર છે. જો હું યોદ્ધા છું તો સામે બધા યોદ્ધા છે અને હું પરિવારનો સભ્ય છું તો સામે બધા સંબંધીઓ છે.
કઈ પરિસ્થિતિમાં કોણ છું એ સ્પષ્ટ થઈ જાય તો બધી જ ગરબડ મટી જાય અહીં અર્જુન પોતાને યોદ્ધા તરીકે જોતો જ નથી
ગીતાનો મૂળભૂત પ્રશ્ન હું કોણ છું Who am I
અહીંથી ગીતા ઉદ્ભવ થાય છે
(અહીં આપેલ શ્લોકનો વિચાર અને વિસ્તારએ મારી પોતાના અંગત વિચાર છે) – મનિષ ગણાત્રા