ઘણીવાર પ્રશ્ન થય કે ભગવાન પુરસોતમ નારાયણે (પરમ ચૈતન્ય એ) શા માટે આ માયાચ્છાદિત સમસ્ત લોક ની આ સમગ્ર જીવશ્રુસ્ટિ ની રચના કરી?
પરંતુ શસ્ત્રો નો અભ્યાસ કરીયે તો એમા જ્યા જ્યા આ પ્ર્શ્ન આવ્યો છે ત્યા અન્વ્ય પણે આ વાત ને બાકાત રાખવા ની કોશિશ કરી હોય એવુ લાગે છે. એક કારણ એ પણ હોઇ શકે કે આ પરમ ગુઢ ગ્યાન હોય અને ક્દાચ બધા એના અધિકારી ના પણ હોઇ શકે.
એક ઉદાહરણ લઈયે
ભાગવત ના ત્રીજા સ્ક્ન્ધ સાતમા અધ્યાય મા જ્યારે વિદુરજી શુખદેવજી ને પુછે છે કે
ભગવાન તો શુધ્ધ બોધ્ સ્વરુપ નિર્વિકાર અને નિર્ગુણ છે, તો તેમની સાથે લીલા પુર્વક પણ ગુણ અને ક્રિયા નો સમ્બંધ કેવી રીતે હોઇ શકે? ભગવાન તો સ્વ્ય્મ નિત્ય તુપ્ત પુર્ણ કામ અને હમેશા અસંગ છે, તેઓ ક્રિડા માટે પણ શા માટે સંક્લ્પ કરે?
શુખદેવજી આના જવાબ મા બિજા બધા પ્રશ્નો ના જ્વાબ આપે છે પણ આ પ્ર્શ્ન નો જવાબ કરતા નથી
-૦૯.૦૪.૨૦૨૫