અધ્યાય ૧ શ્લોક ૨૪

ઋષિકેશ એટલે ભગવાન શ્રીકૃષ્ણ
ઋષિકેશ એટલે વાળ જેમના ટૂંકા છે તે
ઋષિકેશ એટલે ઋષિકાનમ ઇસઃ જે ઇન્દ્રિયોના સ્વામી છે
એક અર્થ જે ઇન્દ્રિયોના સ્વામી છે
બીજો અર્થ ઈન્દ્રિયો જેમને કાબુમાં છે તે

અહીં સંજય કહેવા માંગે છે કે ઇન્દ્રિય અને મન જેની કાબુમાં છે તેના માટે જ સફળતા શક્ય છે

ગુડાકેશ નો અર્થ : જેના વાળ લાંબા છે અને અંબોડો વાળી લીધો છે તે અર્જુન
બીજો અર્થ ગુડાકા ઇશ: એટલે રાત્રિનો સ્વામી

એમાં પણ એક સરસ પ્રસંગ છે

ગુરુ દ્રોણે કૃપીને કહેલું અર્જુન જ્યારે જમતો હોય ત્યારે રાત્રે દીવો ઓલવાઈ જવો ન જોઈએ, એક વખત એવું બન્યું ગુરુ દ્રોણ કોઈ કામથી બહાર ગયેલા અને આવ્યા ત્યારે અંધારામાં તીર ચલાવવાનો અવાજ એમને સંભળાવવા માંડ્યો, એ તરત કૃપી પાસે ગયા અને કહ્યું કે આજે અર્જુન જમતો હતો ત્યારે દીવો ઓલવાઈ ગયેલો ? કૃપિ કહે હા પણ તમને કેવી રીતે ખબર પડી!?
ગુરુ દ્રોણે એવું કહ્યું કે બસ મને આ જ વાતનો ડર હતો કે ક્યારેક અર્જુન જમવા બેઠેલો હોય અને દીવો ઓલવાઈ જાય ત્યારે અર્જુનને વિચાર આવશે કે જો અંધારામાં હું જમી શકું છું, કોડિયો મારા મુખમાં પહોંચી શકે છે, તો અંધારામાં તીર કેમ ના સાધી શકું?
એવું જ બન્યું એ જ સમયે એણે બાણ અને તીર લઈ અને અંધારામાં તીર થી નિશાન સાધવા નો અભ્યાસ કરવા માંડ્યો અને એ જ વખતે ગુરુ દ્રોણ આવી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે અર્જુનને જમતા દીવો ઓલવાઈ ગયો છે અને હવે એ ગૂડાકા ઇસ થઈ થઈ ગયો છે
ગુડાકા ઇસ એટલે રાત્રિનો સ્વામી
અર્જુન રાત્રે પણ યુદ્ધ કરી શકતો હતો, સાંભળીને પણ યુદ્ધ કરી શકતો હતો

અહી ત્રીજો વ્યક્તિવાચક શબ્દ ભારત છે.
ભારત એટલે અહીં ધૃતરાષ્ટ્ર પણ,
ભારત એટલે ભા: રત જ્ઞાનમાં રહેલો

અહીં સંજય કહેવા માંગે છે તમે ખૂબ જ્ઞાની છો અમને એ જાણે જ હોવી જોઈએ કે અહીં ભગવાન કોણ છે અને અર્જુન કોણ છે?

એમની સામે તમારો પુત્ર ધર્મ કરીને ઉભો છે, છતાં તમને એમ લાગે છે કે જીતવાનો છે. હજુ પણ સમય છે મહારાજ યુદ્ધ પાછું ખેંચવાનો.

હવે અર્જુનને કહેલું કે સેનર્યો ઉભયો મધ્યે
બંને સેનાની વચ્ચે રથ ઉપર રાખો, અહીં એક બાજુ સાત અક્ષોહીની સેના છે બીજી બાજુ અગિયાર અક્ષોહિની સેના છે ભગવાન ગમે ત્યા રથ બે સેનાની વચ્ચે ઊભા રાખી શક્યા હોત, દુર્યોધન દુષાસનની સામે કદાચ, પણ ભગવાન સ્ટ્રેટેજી એક્સપર્ટ છે


(અપુર્ણ)

  • મનિષ ગનાત્રા ૧૫.૦૫.૨૦૨૫