વૈશ્વિક કાળ ગણનાની પદ્ધતિઓ

તુર્કી

તુર્કી ખાતે મળેલ 12,000 વર્ષ જૂના સ્મારક પરનાં નકશાં એવો સંકેત આપે છે કે તે દિવસે અને વર્ષોને દર્શાવતા સૌર કેલેન્ડર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય શકે છે — જે માનવ ઇતિહાસમાં મળેલું સૌથી જૂનુ સૌર કેલેન્ડર હોઈ શકે છે.

આ સ્મારક પર એક વિશાળ ધૂમકેતુની ટક્કરથી શરૂઆત દર્શાવવામાં આવી છે, અને ત્યાર પછી ત્યાંના નિવાસીઓએ દરેક આકાશીય ઘટના પ્રતીકો દ્વારા નોંધવી શરૂ કરી હતી. ખાસ કરીને Summer Solstice ને ખાસ દિવસે રૂપે ઉલ્લેખવામાં આવી છે.

તુર્કીના દક્ષિણ ભાગમાં આવેલા Göbekli Tepe નામના મંદિર જેવી ખોદકામ સાઇટ પર મળેલા આ સ્મારકને University of Edinburgh ના સંશોધકોના અભ્યાસ અનુસાર, આ સ્થાને મળેલા પાયાનાં સ્તંભો પર ઉકેલાયેલા ચિહ્નો એવા સૂચન કરે છે કે અહીં એક એવું સૌર કેલેન્ડર હતું જે દિવસો, ઋતુઓ અને વર્ષોની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું હતું.

સ્તંભો પર આવેલા “V” આકારના ચિહ્નોનું વિશ્લેષણ કરતા સંશોધકો માને છે કે દરેક V એક દિવસને દર્શાવે છે — જેમાં એક સ્તંભ પર 365 V ચિહ્નો જોવા મળે છે. અને ખાસ કરીને Summer Solsticeને દર્શાવવા માટે એક પક્ષી જેવા પ્રાણીના ગળા પાસે V ચિહ્ન ઊકેલેલું છે, જે તે સમયગાળાની Summer Solsticeનો તારા સમૂહ (constellation) દર્શાવે છે.

આ કેલેન્ડર વિષયક સંકેત આ વિસ્તારના અન્ય દેવતાઓની મૂર્તિઓ પર પણ V ચિહ્ન ગળા પાસે જોવા મળતા હોવાથી વધુ મજબૂત બને છે — જે સમય અને સર્જન સાથે જોડાયેલા હોવાના સંકેત આપે છે.


-૧૦.૦૪.૨૦૨૫