મહાભારતના વન પર્વમાં અધ્યાય ૩૧૩ માં યક્ષ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ આવે છે યક્ષ યુધિષ્ઠિર મહારાજને નીતિવિષયક, ધર્મ વિશેયક કેટલાક સવાલો કરે છે અને એ સવાલોના જવાબ યુધિષ્ઠિર મહારાજ ધર્મ સુસંગત રીતે આપે છે. એ મહાભારત નો પ્રસંગ અને યક્ષ અને યુધિષ્ઠિર મહારાજ ના સવાલ જવાબ અહી સવિસ્તાર વર્ણવી રહ્યા છીએ. આ પ્રશ્નો અને જવાબો આપણા વૈદિક વાગ્મય ની ભવ્યતા રજૂ કરે છે. આ સચોટ પ્રશ્નો અને ટૂંકા જવાબ એકદમ નીતિવિષયક શાસ્ત્રો નો પણ સાર સ્વરૂપ છે. આપણા વૈદિક વાગમય થી આવનારી પેઢી સુ સંસ્કૃત અને અહોભાવ યુક્ત થાય એ આ વેબસાઈટ ના devotional ભાગ નો મુખ્ય હેતુ છે.૨૦.૦૪.૨૦૨૪