કઠોપનિષદમાં રહેલો પિંડદાન નો સંદર્ભ
મૃત્યુરૂવાચ્
યથા પુરસ્તામદ્વિતા પ્રતીત ઔદાલકિરાઋણીર્મતપ્રસૂસ્ટ l સુખ્રાત્રીશયીતા વીતમન્યુંરૂત્વા દ્દશિવાનમૃત્યુમુખા ત્પ્રમુકતમ ll૧૧ll (પ્રથમ અધ્યાય પ્રથમ વલ્લી)
કઠોપનિષદ ના પ્રથમ અધ્યાય પ્રથમ વલ્લી ના ૧૧ માં શ્લોક માં યમ રાજા વાજશ્ર્વ ને ઔદાલકી અને આરુણી આ બંને નામથી સંબોધિત કરે છે. એનો મતલબ એવો છે કે વાજશ્ર્વ એ ઉદાલક અને અરુણ બંને પિતાઓનો પિંડદાન ના અધિકારી છે, આવી વ્યક્તિને આપણા શાસ્ત્રમાં દ્વાયામુશ્યાયણ કહ્યા છે એમાના એક વાજશ્ર્વ હતા. આ બાબત એ સૂચવે છે કે પિંડદાન અત્યંત જરૂરી છે. પિંડદાન વિશે ભાગવત અને ભગવદગીતા તથા મહાભારતમાં પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ છે જેની વાત બ્લોગમાં ફરી ક્યારેક કરીશું. આ બધા સંકલનો મૃત્યુ પછીના જીવન વિશે અને મૃત્યુ પછીની જીવની ગતિ વિશે શાસ્ત્રો શું કહે છે એના ઉપર પ્રકાશ પાડે છે
ભગવત ગીતા નો આધાર
શ્લોક 16 – અધ્યાય 9 – રાજવિદ્યારાજગુહ્યયોગ
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ ।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ॥૧૬||
અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, પિતૃઓને અર્પણ થતું “ સ્વધા” અન્ન, ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ અને હવનકર્મ હું જ છું.(૧૬)
અહીં ભગવાન કહે છે પિતૃઓને અપાતું સ્વધા અન્ન એ હું છું
હવે પિતૃઓને શું અપાય છે અને એ શું છે એ વિષયની અત્યારે આપણે કોઈ ચર્ચા કરવી નથી
પરંતુ ભગવાનના આ વચન ઉપરથી એ તો નક્કી થાય જ છે કે પિતૃયોંની છે અને પિતૃ તર્પણ એ જરૂરી વિધિ છે.
તો જ પિતૃઓને સંતૃપ્તિ મળે છે મૃત્યુ ઉપરાંત જે કર્મ થાય છે તે ખાલી આગતિકતા થી ચાલી આવતી વિધિ તરીકે ન લઈ અને પિતૃઓ આપણી પાસે આટલું તો માંગે જ એવી રીતે સમજી અને આ કર્મ કરવું જોઈએ
14.03.2025