અધ્યાય ૧ શ્લોક ૨૫

અહીં ભગવાને રથ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખ્યો છે અહીં ભગવાન સ્ટ્રેટેજી વાપરે છે. અર્જુનને જેના પર અત્યંતિક પ્રેમ છે એવો વ્યક્તિઓની સામે જ રથ ઉભો રાખીને એમ કહે છે જો આ મહારથીઓને, એટલે એમ કહેવાય કે 25મો શ્લોક એ ભાગવત ગીતા નું બીજ છે
કારણ કે ભગવાને આવું ના કર્યું હોત તો આપણને ભગવદગીતા ન મળી હોત.
શંકરાચાર્યજી કહે છે બે ધર્મો છે
પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ
જ્યારે આ બંને ધર્મો વચ્ચે ઇનબેલેન્સ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. જ્યારે કર્મને બહુ જ પ્રાધાન્ય આપવા મંડ્યા અને વિચારના સ્તર પર કશું જોવામાં નહોતું આવતું ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે

ભગવાને અત્યાર સુધી કર્મના સ્તર પર ધર્મ સ્થાપવાની કોશિશ કરી છે. જ્ઞાનના એટલે કે વિચારના સ્તર પર પણ ધર્મ સ્થાપવાનો આ સરસ મોકો છે એમ ભગવાન માને છે. એટલે અહીં ભીષ્મ અને દ્રોણની સામે રથ ઉભો રાખ્યો છે

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે
એટલે ધર્મનું જ્ઞાન ખાલી પૂરતું નથી પણ એ કાર્યાન્વિત થાય એ જરૂરી છે

કર્મના સ્તર પર કેટલો ધર્મ છે એ જરૂરી છે, પણ જ્ઞાનના સ્તર પર પણ ધર્મ હોવો જોઈએ એ પણ જરૂરી છે. એટલે આ સરસ મોકો છે. અહીં જોઈએ તો યુદ્ધમાં અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો?
આવો કોઈ રિવાજ નહોતો કે યુદ્ધ પહેલા રણભૂમિમાં બંને સેમના સામે હોય ત્યારે નિરીક્ષણ કરવાનો કોઈ રિવાજ નહોતો, તો અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો? આ એક નિમિત માત્ર છે જેને ઈશ્વર ઈચ્છા કહી શકાય

પછી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જો પાર્થ આ લોકો છે જેની સામે તારે યુદ્ધ કરવાનું છે. શું પાર્થ જોતો નહોતો? પણ અહીં ભગવાન ભારપૂર્વક બધાને બતાવે છે

પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ

એક વાત અવશ્ય નોધીશું ભગવાન પ્રથમ અધ્યાયમાં માત્ર એક જ વાક્ય બોલે છે અને એ ઉપર મુજબનું અને એ ભગવદગીતા નું બીજ છે